શ્રી વિશ્વકર્મા મહાસંઘ, ડીસા અને ટેક્નિકલ ઈસ્ટીટ્યુટ, થરાદના સહયોગથી તા. ૦૯/૦૪/૨૦૧૦ ને શુક્રવારના રોજ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) હેઠળ કેમ્પ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ.
આ યોજનાનો લાભ શ્રી વિશ્વકર્મા મહાસંઘ દ્રારા સુથારીકામ કરતા કારીગરોને આત્મનિર્ભર બનવામાં સહાયક બની રહ્યો છે. અને હાલ વિશ્વકર્મા વંશીય એવા તમામ ભાઈઓ આ પ્રમાણપત્ર મેળવી ગર્વ અનુભવી રહ્યાં છે.
શ્રી વિશ્વકર્મા મહાસંઘના પ્રમુખ શ્રી નવીનભાઈ પંચાલ, ઉપપ્રમુખ, મંત્રી સાથે કમિટી સભ્યોએ આ કેમ્પમાં સારા પ્રમાણમાં હાજરી આપી તથા કારીગર ભાઈઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા અને કોવિડ-૧૯ ની જાગૃતતા સાથે આ કેમ્પમાંના કાર્યક્રમ ને સફળ બનાવેલ.
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
No comments:
Post a Comment