Friday, April 9, 2021

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આયોજિત લુહાર સમાજ મોરબી કોરોના વેકસિન રસીકરણ પ્રથમ ડોઝ કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયો...

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આયોજિત લુહાર સમાજ મોરબી કોરોના વેકસિન રસીકરણ પ્રથમ ડોઝ કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયો...

મોરબી શહેર અને મોરબી તાલુકાના ગામ્ય વિસ્તારમાં રહેતા સમસ્ત લુહારજ્ઞાતિ માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા સમાજ પ્રત્યે સહિશ્રુતાના ભાગરૂપે મોરબી શહેર અને મોરબી ગામ્ય પંથકમાં વસતા સમસ્ત લુહારબંધુઓ માટે તારીખ: 08/04/2021 ગુરૂવારે સવારના 08:30 થી સાંજના 05 વાગ્યા સુધી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરેલ હતું 
આ રસીકરણમાં મોરબી પંથકના આશરે 180 જ્ઞાતિ બંધુઓ જેમની ઉંમર 45 વર્ષ કે તેથી ઉપર હોય તેવા લુહાર જ્ઞાતિજનો એ ભાગ લિધો હતો અને આ કેમ્પ સફળતા પુર્ણ સંપન્ન થયો હતો અને શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આ કેમ્પમાં ભાગ લેનાર દરેક લુહાર જ્ઞાતિજનો નો દિલથી આભાર વ્યક્ત કરે છે.
આ કેમ્પમાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા અને ગુજરાત પ્રદેશ મિડિયા ઈન્ચાર્જશ્રી હાર્દિકભાઈ પિત્રોડા બને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી કેમ્પના મુખ્ય કાર્યકર્તા ઓને સન્માન પત્ર અને ગિફટ આપી સન્માનિત કરી ઉત્સાહ વધાર્યો હતો 
જેમાં મુખ્ય ત્વે લુહારજ્ઞાતિ રત્ન પત્રકાર મયુર પિત્રોડા અને શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી કારોબારી સભ્ય - મનસુખભાઈ રાઠોડ અને લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર પ્રમુખશ્રી વિનોદભાઈ કવૈયા દ્વારા આ કેમ્પ માટે જહેમત ઉઠાવાઈ હતી અને આ કેમ્પમાં કુશળ કામગીરી કરવા બદલ મોરબી જિલ્લા આરોગ્ય ટીમ મેમ્બરો, પત્રકાર મયુર પિત્રોડા, લુહાર અગ્રણી મનસુખભાઈ રાઠોડ અને લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર પ્રમુખશ્રી વિનોદભાઈ કવૈયાનું સન્માન કરાયુ હતું સાથે શ્રી વિશ્વકર્મા વાડી સોરઠિયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી ટ્રસ્ટી મુકેશભાઈ પિઠવાનું પણ સન્માન કરાયું હતું
તેમજ કેમ્પને સફળ બનાવવા માટે પોતાની ન્યુઝ દ્વારા દરેક મોરબી પંથકના લુહાર સમાજને સમાચાર અને પોસ્ટર દ્વારા જાણકારી આપનાર "ALVS ઈન્ડિયા ન્યુઝ" સમાચાર તંત્રીશ્રી શ્રીમતી આરતી પિત્રોડા અને એન્કર મનિષાનું પણ સન્માન પણ કરાયું હતું

ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર સમાજ સમાચાર 
કોન્ટેક : 9512171071 
Email : alvsindia@gmail.com 



No comments:

Post a Comment