Friday, August 6, 2021

પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિવિધ જીલ્લાના પ્રમુખોએ ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્નીની હત્યાના સંદર્ભે મુલાકાત કરી સાથે લુહાર/પંચાલ સમાજનાં મોટાં સંગઠ્ઠન દળો એ જાહેર કર્યો પોતાનો ટેકો.. જાણો વધું...


   ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્ની

પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિવિધ જીલ્લાના પ્રમુખોએ ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્નીની હત્યાના સંદર્ભે મુલાકાત કરી સાથે લુહાર/પંચાલ સમાજનાં મોટાં સંગઠ્ઠન દળો એ જાહેર કર્યો પોતાનો ટેકો..


આજ રોજ પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ અને પંચાલ યુવા સંગઠનના વિવિધ જીલ્લાના પ્રમુખોએ ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્નીની હત્યાના સંદર્ભે મુલાકાત કરી


મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રીભોવનભાઇ પંચાલ અને એમના ધર્મપત્નીની નીર્મમ હત્યા કરવામાં આવી હતી એના સંદર્ભમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલ અને દરેક જીલ્લાના પદાધીકારીઓ સ્થળ પર જઇ ધટનાની તપાસ કરી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક અને ભા.જ.પા. ના મહીસાગર જીલ્લા પ્રમુખ, દસરથસિંહ બારીયા ની મુલાકાત લીધી હતી અને ધટનામાં સહેજ પણ ભીનું ન સંકેલાય અને યોગ્ય ન્યાયીક તપાસ કરી ગુનેગારને તાત્કાલીક જડપી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. પરીવારજનોને સાંત્વના આપી અને હત્યારા જલ્દી પડકાય તે માટે પ્રક્રીયા કરી હતી. જયા સુધી ગુનેગારો ના પકડાય ત્યા સુધી પંચાલ યુવા સંગઠન સતત પડખે ઉભુ રહેશે. 


જેમાં મહીસાગર જીલ્લા, ખેડા, અરવલ્લી, અમદાવાદ અને વિવિધ જીલ્લાના પદાધીકારીઓ  નીતીનભાઇ પંચાલ, ડેલીગેટ, કડાણા અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.              


વધુંમાં વિશાલભાઇ પંચાલે લુહાર સમાજ સમાચાર ને જણાવ્યું છે કે જો આવતી કાલ સાંજ સુધીમાં ગુનેગારનું પગેરૂ નહી મલે તો પંચાલ યુવા સંગઠન સમગ્ર ગુજરાતમાં ન્યાય મલે તે માટે ગુનેગારો ના પકડાય ત્યા સુધી આંદોલન કે અનસન જે પણ કરવાનું થશે તે કરી ખરી લડત આપશે...

સાથે ગુજરાત ભરના વિવિઘ લુહાર/પંચાલ સમાજનાં સંગથન દળોએ પણ આ બાબતે પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યું છે જે નિચે મુજબ છે..

1, પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ)

જય વિશ્વકર્મા સાથે પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) મેમ્બર સુનિલભાઈ પંચાલે લુહાર સમાજ સમાચારને જણાવ્યું છે કે વિશ્વકર્મા સમાજ એક શાંત સ્વભાવવાળો સમાજ છે અને હંમેશા દરેક સમાજના લોકો સાથે હળીમળીને રહે છે. 


અમારા સમાજના આગેવાન એવા ત્રિભોવનભાઈ પંચાલ તેમજ તેમની પત્ની ની અજાણ્યા ઈસમો એ હત્યા કરી છે. આ ઘટના જાણીને અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમારી  પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકાર શ્રી તેમજ પોલીસ S.P શ્રી ને વિનંતી કરીયે છીએ  કે આ અજાણ્યા ઈસમોને જલ્દી થી પકડી ને તેમને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરે. આવું ફરી થી બીજા કોઈ જોડે ના થાય એ માટે ગુનેગારો ને કાયદાની શક્તિ બતાવી ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.
 
પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આ દુઃખના સમયે પિડીત પરીવાર સાથે છે અને એમને ન્યાય મળે એવી સરકારને અમારી વિનંતી છે

2, લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના 

બીજી તરફ ટૂંકસમયમાં પોતાની આગવી ઓળખ અને મજબૂત લુહાર સંગઠ્ઠન દળ ઊભું કરનાર લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેનાનાં ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જશ્રી હાર્દિક પિત્રોડાએ લુહાર સમાજ સમાચાર ને જણાવ્યું છે કે મેં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી પીન્ટુભાઈ રાઠોડ અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા સાથે આ મુદ્દે ખાસ ચર્ચા કરી હતી અને લુહાર સમાજ મોટાભાગે એક દમ સરળ અને શાંત સ્વભાવનો સમાજ છે અને હંમેશા દરેક સમાજના લોકો સાથે હળીમળીને રહીને વાસુદેવ કુટુમ્બકમ નિ ભાવના ધરાવતો એક આગવો સમાજ છે


આજ અમારા સમાજના આગેવાન એવા વડિલ ત્રિભોવનભાઈ પંચાલ તેમજ તેમની પત્ની ની અજાણ્યા ઈસમો એ નિર્મમ હત્યા કરી છે. આ ઘટના જાણીને અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. સાથે અમારા  લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દ્વારા ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકારશ્રી તેમજ પોલીસ DIG શ્રી ને વિનંતી કરીયે છીએ  કે આ અજાણ્યા ઈસમોને જલ્દી થી પકડી ને તેમને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરી અમારા લુહાર/પંચાલ સમાજમાં ફરીથી આવું હિન કુત્ય બીજા કોઈ પરિવાર જોડેના થાય એ માટે ગુનેગારો ને કાયદાની શક્તિ બતાવી ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.
 
અમારું લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ આ અતિ દુઃખના સમયે પિડીત પરીવાર સાથે છે અને એમને ન્યાય મળે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે


3, વિશ્વકર્મા યુવા સેના - ગુજરાત પ્રદેશ મહામંત્રી મેહુલભાઈ પંચાલ


મેહુલભાઈ પંચાલનાં મુખે સાંભળીયે તો તા.૫-૮-૨૦૨૧ ના રોજ મહિસાગર જીલ્લાના પંચાલ સમાજ ના તેમજ ભાજપ ના આગેવાન ત્રીભોવનદાસ પંચાલ અને તેમની પત્ની ની જે રીતે રહસ્યમય અને નીદૅય રીતે હત્યા કરવામાં આવતા પંચાલ સમાજ માં આ બાબત ની તાત્કાલિક અને નીષ્પક્ષ તપાસ થાય તે માટે ની માંગ ઉઠતા NSUI ના વીદ્યાર્થી નેતા તેમજ વીશ્વકમૉ યુવા સેના ના ગુજરાત પ્રદેશ મહામંત્રી મેહુલભાઈ પંચાલ દ્ધારા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવાના આદેશ કરવા તેમજ આરોપી ને પકડી યોગ્ય ન્યાય આપવા માટે ની રજુઆત કરવામાં આવી.

આમ આજ હરેક લુહાર/પંચાલ સમાજ ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્નીની હત્યાના સંદર્ભે શોકાતુર જણાઈ રહીયો છે અને તેમને અને તેમના પરિવારને પૂરતો ન્યાય મળે તેવી ગુજરાત સરકાર પાસે માંગણી કરી રહ્યો છે..

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com




2 comments:

  1. દરેક લુહાર બંધુઓ ઍ એક્તા દર્શવિને ન્યાય માટે ની લડત માં પુરેપુરો સહકાર આપવો જોઇએ,ગુનેગારોને સજા મલે ઍ દરેક સમાજ માટે ફય્દા કારક છે, જય વિશ્વકર્માદાદા🙏🏻કે એમ પરમાર ના જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

    ReplyDelete
    Replies
    1. જય વિશ્વકર્મા..

      આપનું સુચન યોગ્ય છે...

      Delete