તારીખ 27/3/2022 રવિવારનાં રોજ ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલા ખાતે પ.પુ. ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામીશ્રી શ્રીહરીહરાનંદ બાપુનાં આશિર્વચન અને લુહાર સુથાર સમાજનાં દાનવીર ભામાશા શ્રી પરસોત્તમભાઈ પિત્રોડા (દાસ કાકા) નાં અધ્યક્ષ સ્થાને તથા સંગઠન કાર્ય કરણી કમીટીનાં આગેવાન શ્રી અશ્વિનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તૃત્તિય (પ્રથમ સમઢિયાળા ગીર) બિજી મૂળદાસ સમાધિ સ્થાન અમોદ્ર (ઉના) ખાતે જોકે સમિતિ રચનાં સાથેની પ્રથમ સમસ્ત લુહાર સુથાર સમાજ સંગઠન ચિંતન શિબિર યોજાઈ હતી
આ શિબિરમાં લુહાર સમાજનાં ગુજરાત પ્રદેશ અને મુંબઈના જ્ઞાતિ મંડળો, સમાજનાં આગેવાનો તથા લુહાર સમાજનાં મિડિયા મિત્રોએ ઉમળકા ભેર હાજરી આપી સમસ્ત લુહાર સમાજનાં વિકાસ, સમસ્યાઓનાં ઉકેલ માટે ચચૉ વિચારણાની ગોસ્ત્તિ કરી હતી
સમગ્ર લુહાર સમાજને એક તાંતણે બાંધી આગામી સમયમાં જોકે ગુજરાતની રાજ્ય, જિલ્લા અને તાલુકા લેવલે અલગ અલગ સમિતિઓની રચના કરી સંગઠન કાર્યને આગળ વધારવામાં આવશે તેવી મંચ પરથી જાહેરાત પણ કરાઈ હતી
આ ચિંતન શિબિરમાં ચંડી ચામુંડા અતિથિ ગૃહના સંચાલકો અને ટ્રસ્ટીઓએ ચા, નાસ્તો, અતિથિ ગૃહ તથા બપોરનાં ભોજન સમારંભના મુખ્ય દાતા બની લુહાર સુથાર સમાજ સંગઠનની ચિંતન શિબિર પ્રસંગને દિપાવયો હતો સાથે સાથે લુહાર સમાજનાં ઘણાં લોકોએ એ આ ચિંતન શિબિરમાં અનુદાન પણ નોંધાવ્યું હતું
છેલ્લે લુહાર સમાજનાં અગત્યનાં મંતવ્યો, સમાજ સુધાર માટેનાં પ્રયાસો વગેરેનાં લુહાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નોંધ નોંધી કાર્યક્ર્મ ને સમાપન કરાયો હતો.
આ ચિંતન શિબીરમાં સંગઠન કાર્યકરણી કમિટી નાં મેમ્બર નિમણુંક યાદી.
(૧)અશ્વિનભાઈ ચૌહાણ (અમદાવાદ)
(૨)પીયૂષભાઈ લુહાર (મહુવા)
(૩)અશોકભાઈ સિધ્ધપુરા (બોખીરા ધામ/પોરબંદર)
(૪) હિતેશભાઈ રાઠોડ (અમદાવાદ)
(૫) મેહુલભાઈ કારેલીયા (ધોરાજી/મુંબઇ)
(૬) રાજેશભાઈ ડોડીયા (સુરત)
(૭) મહેશભાઈ પરમાર (મહુવા)
(૮) બીપીનભાઈ પરમાર (મીઠાપુર)
(૯)અશોકભાઈ પીઠવા (વલ્લભ વિદ્યાનગર)
લુહાર સમાજ સમાચાર
પત્રકાર મયુરધ્વજ પિત્રોડા
Email: alvsindia@gmail.com
Cell - 9512171071






















No comments:
Post a Comment