પી.જી.પટેલ કોલેજ મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ના સંયુક્ત ઉપક્રમે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે કેન્સર પીડિતો માટે ખાસ “DONATE HAIR, DONATE HOPE” અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત કેન્સર ના ઈલાજ સબબ પોતાના વાળ ગુમાવી ચુકેલા અને હતાશ થયેલા દર્દીઓને એક આશાનું કિરણ અર્પણ કરવાના નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો,
વ્યક્તિની ખરી સુંદરતા તેના વાળ ને કારણે હોય છે પરંતુ કેન્સર પીડિતો ને કીમો થેરાપી હેઠળ પોતાના વાળ ગુમાવવાનો વારો આવે છે અને પોતે હતાશ થઇ જતા હોય છે. આવા કેન્સર પીડિતોના લાભાર્થે આજ રોજ ૮ માર્ચ મહિલાદિન નિમિતે મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કોલેજની બે વિધાર્થીનીઓ દ્વારા વિવિધ મહાનુંભાવોની ઉપસ્થિતિમાં સ્વેચ્છાએ પોતાના વાળનું દાન કર્યું હતું અને એક પ્રેરણારૂપ ઉદાહરણ રજુ કર્યું હતું.
જેમાં B.Com Sem-6 માંથી ચાવડા ખુશાલી કૈલાશભાઈ તેમજ B.Com Sem-4 માંથી પિત્રોડા શ્વેતા અલ્પેશભાઈ એ પોતાના વાળ નું દાન આપ્યું હતું. તેમજ મોરબી શહેર માંથી અન્ય એક બહેન થડોદા કીર્તિબેન રાકેશભાઈ એ પણ પોતાના વાળ નું દાન કર્યું હતું. ઉપરોક્ત તમામ દાતાઓને વિશેષ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ તબક્કે પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ , લાયન્સ ક્લબ મોરબી નઝરબાગમાંથી પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, ZC તુષાર દફતરી, સમીર ગાંધી, વિનુભાઈ અગરિયા, પિયુષ પટેલ તેમજ લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર ક્રાઉન માંથી જીજ્ઞાસાબેન નાયક અને કાશ્મીરાબેન ગોવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ડાયમંડ બ્યૂટી પાલઁરમાથી સંચાલક બહેનોએ સેવાઓ આપી હતી તેમજ ઉપરોકત ત્રણેય દાતા બહેનો ને પોતાના પાલઁર મા ફ્રી હેર સ્પા કરી આપવાની પ્રોત્સાહક જાહેરાત પણ કરી હતી.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com




















No comments:
Post a Comment