આજે આવી મારા વિશ્વકર્મા દાદાની જયંતિ..અને લુહારની દિકરી તરીકે મારે બે શબ્દ કેવા હોય તો,
સૃષ્ટિ નિર્માતા વિશ્વકર્મા દાદા અમારા બાપ છે કે જેની મૂર્તિને જોતાં હુ હરદમ શીશ નમાવુ છુ.. વિશ્વ અને કર્મને આધીન રહી મારા વિશ્વકર્મા દાદા સમક્ષ મારૂ અસ્તિત્વ રજૂ કરૂ છુ..
તો એવા મારા વિશ્વકર્મા દાદા કે જેનાં દરેક વેણ વેણ વરદાન છે તેવા વિશ્વકર્મા દાદાની જયંતિની આપ સર્વે ભાઈઓ -બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🙏
તો જરા ધ્યાન દેશોતો સમજાશેને કાન દેશો તો સંભળાશે..કેમ ભૂલી ગયા.? આપડે કોન છીએ.. આપડી ઓળખ શું..
હુ લુહાર છુ..એનુ ગૌરવ રાખુ ને આત્મસન્માન થી જીવુ કેમકે હુ લુહાર છુ..સૃષ્ટિનિર્માતા વિશ્વકર્મા દાદાનો મારી અંદર અંશ રૂપે વસ્યા છે.. એટલે આ શરીરની પણ કિંમત છે..હવે જો વિશ્વકર્મા દાદા મારી અંદર બેઠા હોય તો હુ દિન-હીન-લાચાર-દૂબળો-બિચારો-બાપળો કેવી રીતે હોઈ શકુ..આ પ્રશ્ન હુ દરેક લુહારના દિકરા -દીકરીઓને પૂછું છું..
હુ પણ તમારા જ બાગની કળી છુ..જેમ દૂધમાં ખાંડ ને કેસર નાખીયે તો દૂધની મીઠાશ વધે એનો મતલબ એ નથી કે દૂધની પોતાની કોઈ મીઠાશ નથી..બિંદુ છુ કિન્તુ સપ્ત સિંધૂ સાથે સંકળાઈ છુ.. મીંડુ સરવાળે થાવ તો પણ પેલા ઘાયલ શૂન્ય કરતાં તો હુ સવાઈ જ છુ.. કારણકે હું વિશ્વકર્મા દાદાનું સંતાન છું..🙏
લેખિકા/વકતા : મયુરી નિતીનભાઈ રાઠોડ
ગામ : સતાપર
_____________________________________
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
_____________________________________















No comments:
Post a Comment