Tuesday, February 15, 2022

મિસ્ત્રી લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ વેરાવળ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી...



સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ સૌરાષ્ટ્રનું પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે પાવનકારી ભૂમિમાં , શ્રી મિસ્ત્રી લુહાર જ્ઞાતિ પ્રગતિ મંડળ વેરાવળ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવની પુરા હર્ષોઉલ્લાસ સભર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી , 


જેમાં સવારના પૂજ્ય શ્રી ભગવાન વિશ્વકર્માજીનું પૂજન અર્ચન , પ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં લુહાર સમાજના ભાઈઓ ,બહેનો તેમજ આબાલ વૃધ્ધો, બહોળી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં જોડાયા હતા.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com

No comments:

Post a Comment