પૂર્વ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ભાજપ કારીગરી સેલ નવી દિલ્હી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય મહામંત્રી વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા કાળુરામ લોહાર પાંચ દિવસીય ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, પ્રાચી કોડીનાર, દીવ, રાજકોટ, મોરબી, વાંકાનેર જિલ્લાઓ અને શહેરના સમાજના ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક સંગઠનોના અગ્રણી લોકોની સાથે બેઠક કરી મુલાકાત આપી જેમાં દરેક સ્થળે રાષ્ટ્રીય મહામંત્રી કાલુરામજીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું,
તેમ કાલુરામજીએ તમામ સમર્થકોના પદાધિકારીઓને સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહીમાં સરકારે આપણા સમાજના ઉત્થાન માટે સમાજના હિતોને ધ્યાનમાં રાખીને સત્તામાં કારીગર વર્ગની ભાગીદારીની અવગણના કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટિલે સાંસદોને ગુજરાતના તમામ સંગઠનોના અગ્રણી બૌદ્ધિકોને મળવા માટે સમય કાઢવાે અને તેમના હકની માંગ માટે એક મેમોરેન્ડમ રજૂ કરવા આહવાન કરવા પણ જણાવ્યુું હતું
વિશ્વકર્મા વંશ (લોહાર, સુથાર, કંસારા, સોમપુરા, કડિયા, પ્રજાપત, સોની) પરંપરાગત કારીગર સમાજનો ઉન્નતિ ત્યારે જ થશે જ્યારે સરકારમાં આ વર્ગની ભાગીદારી વિવિધ યોજનાઓના અમલીકરણની ખાતરી આપે તો વિશ્વકર્મા કારીગર વિકાસ મંડળની સ્થાપના થશે
આજે આ દેશમાં કારીગર સમાજ માટે કારીગર સમાજની પાસે કોઈ મંચ અથવા સંગઠન રહ્યું નથી કોઈ બોર્ડ નથી અને નિગમ પણ નથી, મંત્રાલય નથી, સાથે યુવાનોને હાથહુન્નર કારીગરી માં રોજગારી આપવા માટે રાજ્ય સરકારમાં શહેરી વિસ્તારોમાં કોઈ સરકારી બેંક-લોનની સુવિધા નથી, ઉદ્યોગોના વર્કશોપ માટે કોઈ જગ્યા ફાળવાઈ નથી,
ગ્રામ પંચાયતોમાં વર્કશોપ માટે શેડ કે જમીન રહી નથી અને શિક્ષણ અને બાળકોના રોજગાર માટે સરકાર દ્વારા ઇજનેર મિકેનિકલ ફેકલ્ટી માટે કોઈ કાર્યક્રમ નથી. કારીગર સમાજના બાળકો માટે આઘુનિક હોસ્ટેલ કે છાત્રાલય નથી
જયારે સરકાર, ખેડુતો, ઉદ્યોગપતિઓ, પશુપાલકો, આદિવાસીઓ, દલિતો, લઘુમતીઓ, માછીમારો, બૂનકારો, ચાના બગીચાના મજૂરો અને અન્ય વર્ગ માટે રાજકારણમાં પ્રભાવશાળી અન્ય જાતિઓના વિકાસ માટે સરકારની તમામ યોજનાઓ છે.
વિશ્વના દેશમાં વિકાસ અને નિર્માણની શરૂઆત વિશ્વકર્મા સમાજથી થઈ જેનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે જ જયારે વિશ્વકર્મા સમાજની રાજકીય ભાગીદારી સાવ શૂન્ય છે. વિશ્વકર્મા સમાજના ધારાસભ્યો દેશની લોકસભા, વિધાનસભા અને સરકારના સાંસદો અને મંત્રીઓની બરાબરી કરી શકે તેવા હોદાપર નથી, જેના કારણે વિશ્વકર્મા સમાજની વાત લોકસભા અને વિધાનસભામાં ઉભી થતી નથી.
સરકારો આપણી સમસ્યાઓ તરફ ધ્યાન આપતી નથી અને આપણા વિકાસ માટે યોજનાઓ અને કાયદાઓ બનાવતી નથી. આથી જ આજે આપણે વિકાસની દોડમાં પાછળ રહી ગયા છીએ, આપણી સ્થિતિ બિજા વર્ગની સરખામણીમાં એવી છે કે આપણે બિલ્ડર બનીને પણ મજૂર બની ગયા છીયે.
માટે અમે માંગણી કરીએ છીએ કે સરકારે વિશ્વકર્મા સમાજની વસ્તી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને સરકારમાં ભાગીદારી આપવી અને ભાગીદારીની ખાતરી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ભગવાન વિશ્વકર્મા પૂજા દિવસ પર રાષ્ટ્રીય જાહેર રજા જાહેર કરવી જોઈએ. કારીગરોની પ્રગતિ માટે કેન્દ્ર સરકારે વિશ્વકર્મા કારીગર પંચ, કારીગરોના મંત્રાલય, કારીગર વિકાસ બોર્ડની રચના કરવી જોઈએ. સરકારે વિશ્વકર્મા ટેકનોલોજી યુનિવર્સિટી, વિશ્વકર્મા છાત્રાલય અને હોસ્ટેલો બનાવવા જોઈએ.
ઇજનેરી, ટેકનોલોજી, મિકેનિકલ, રાજકીય સંસ્થાઓ અને કોર્પોરેટ એકમો અને મકાન કંપનીઓમાં પરંપરાગત કારીગરો રાખવા જોઈયે અને આપણા સમાજના કારીગરોના વર્ગો બનાવી કેટલાક ટકા અનામત ભાગને સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ.
માટે રાજ્ય જ નહી રાષ્ટ્રીય છેત્રે એક વિશાળ સામાજિક શક્તિ અને રાજકીય શક્તિ વિશ્વકર્મા સમાજે સંગઠિત થઈને રચવી જોઈયે અને પોતાના અધિકારો અને આદર મેળવવા માટે, આખા દેશમાં વિશ્વકર્મા સમાજે પોતાની આંતરિક શક્તિ બતાવી લોક જાગૃતિ અને વિચાર શિબિર દ્વારા સામાજિક પરિવર્તન લાવીને આગળ આવવુંજ જોશે તેવી મારી કાલુરામ લુહારની સમાજને પ્રાર્થના છે
ઉપરોક્ત સમય દરમ્યાન, તમામ લુહાર સમાજના કુલભૂષણ સંત શિરોમણિ દેવતણખીદાદા યાત્રા ધામ મજેવડી જઈ વિશ્વકર્મા જયંતિ મહોત્સવનો કાર્યક્રમ માણ્યો સાથે શ્રી શાંતિલાલ ગોહિલ, પ્રવીણભાઇ કારોલિયા, રમેશભાઇ કારેલીયા, પ્રવિણભાઇ દાવડા ધોરાજી, કિંશોરભાઇ રાઠોડ ધોરાજી, સાથે અનેક કાર્યકરો અને અનંત વિભુષિત આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી શ્રી હરિહરાનંદ ભારતી બાપુ જુનાગઢ સાથે જુનાગઢ નગરપાલિકા અધિકારી શ્રી અતુલભાઈ મકવાણા, સમસ્ત લુહાર પંચાલ દેસાવર પ્રભાસ ધર્મશાળા સોમનાથ પ્રમુખ કાંતિલાલ કારેલીયા અને ટ્રસ્ટીઓ,
શ્રી મિસ્ત્રી લુહાર જાતિ પ્રગતિ મંડળ વેરાવળ પ્રમુખ રાજેશભાઈ દાવડા અને ટ્રસ્ટી ગણો, શ્રી લુહાર સુથાર સમાજ વાડી પ્રાચી પ્રમુખ દેવચંદભાઈ કવા, નગીનભાઈ મકવાણા, પ્રફુલભાઈ મકવાણા કોડીનાર ટ્રસ્ટીઓ, શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને વિરાટ ઓદ્યોગિક સેવા સહકારી મંડલી લિ. રાજકોટ પ્રમુખ મહેન્દ્રભાઈ મિસ્ત્રી અને રસિકભાઈ વાઘાસ્ના,
શ્રી ગુર્જર સુથાર જાતી વિશ્વકર્મા પ્રભુ મંદિર રાજકોટ પ્રમુખ શ્રી રસિકભાઈ ડી.બદ્રકિયા, મંત્રી શ્રી પ્રદીપભાઈ કે.કગથરા, શ્રી વિશ્વકર્મા મંદિર યાત્રા-ધામ સણોસરા પ્રમુખ શ્રી પૈલેષભાઈ સિદ્ધપુરા, શ્રી નિરંજનભાઈ પરમાર, શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર વિદ્યાર્થી ભવન રાજકોટ વરિષ્ઠ પ્રમુખ, દેવરાજભાઈ કવા
તથા શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજનશાળા મોરબી પ્રમુખ ધીરજભાઈ પિત્રોડા, ઉપપ્રમુખ ગોપાલભાઈ મારૂ, મંત્રીશ્રી નરશીભાઈ પિત્રોડા, રાજેશભાઈ મારૂ, કાંતિભાઈ કઠૈયા, મનસુખભાઈ રાઠોડ, વિનોદભાઈ કાવૈયા, વગેરે સાથે ચર્ચા કરી હતી
જયારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાના ફાઉન્ડર અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જર્નાલિસ્ટ (પત્રકાર) મયુર પિત્રોડાજી સાથે પણ મુલાકાત કરી
જયારે શ્રી લુહારજ્ઞાતિ વાકાંનેર પ્રમુખ રમેશભાઈ પઢારિયા અને તમામ અગ્રણી લોકો દ્વારા પૂરો સહયોગ આપવામાં આવ્યો હતો.
આ દરમિયાન, રાજકોટ શિલ્પકાર મહાસભાના ગુજરાત રાજ્ય મહિલા ઉપપ્રમુખ જે હાલમાં જ રાજકોટ મહાનગર પાલિકા ચુંટણીમાં ચૂંટાયેલા શ્રીમતી કંચનબેન સિદ્ધપુરાને પુષ્પમાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, આ દરમિયાન પ્રો.ડો.નૂતન પ્રકાશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment