Wednesday, November 17, 2021

મહાત્મા મૂળદાસ ટ્રસ્ટ અમોદ્રા દ્વારા સંત મહાત્મા મૂળદાસ જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો, જ્યાં મોરબીનાં શિક્ષકને બેસ્ટ પ્રિન્સીપાલ એવોર્ડ અપાયો...

મહાત્મા મૂળદાસ ટ્રસ્ટ અમોદ્રા દ્વારા સંત મહાત્મા મૂળદાસ જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો, જ્યાં મોરબીનાં શિક્ષકને બેસ્ટ પ્રિન્સીપાલ એવોર્ડ અપાયો


જયાં અમોદ્રા ગામે નિજ મંદીર પાંગ્રણમાં સવારે આશરે દસ વાગ્યે જ્ઞાતિ રત્ન સન્માન સમારોહ યોજયો હતો જેમાં લુહાર સમાજનાં શિક્ષકો, કવિ, સાહિત્યકારો, સંશોધક, સમાજ તેજસ્વી પ્રતિભા ધરાવતાં અગ્રણીઓ અને ઉપસ્થિત ઉદ્યોગપતી ઓનું સન્માન કરાયું હતું સાથે મહિલા પ્રતિભા ધરાવતી લુહાર સમાજની નારીઓનુ પણ સન્માન કરાયું હતું, જયારે ઉપસ્થીત કવી, શિક્ષક મિત્રોએ સમાજ કેળવણી ની સલાહ સુચન આપ્યું હતું


 જ્યારે સાહિત્યકાર અને કલાકારોએ સમાજ ઉત્કર્ષ માટે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું ત્યારે મોરબીથી પધારેલ શિક્ષકશ્રી જીતેન્દ્રભાઈ પિત્રોડાનું બેસ્ટ પ્રિન્સીપાલ એવોર્ડ આપી સન્માન સાથે આગવું સન્માન કરવામાં આવ્યું હતું, આ સમારોહમાં જોકે જીતેન્દ્રભાઈ પિત્રોડા દ્વારા વિર્ધર્થીનાં જીવનમાં શિક્ષકનું શું મહત્વ છે તે સમજાવતું વક્તવ્ય પણ રજુ કરેલ હતું
 

જોકે તારીખ 16/11/2021 મંગળવારના રોજ સંત મુળદાસ દાદાની 347 મી જન્મ જયંતી પ્રસંગે બેસ્ટ પ્રિન્સિપલ નો એવોર્ડ મેળવતા જિતેન્દ્રભાઈ પિત્રોડાને લુહાર સમાજ સમાચાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com























No comments:

Post a Comment