મહાસુદ તેરસના પાવન દિવસે ઉજવાતી શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી માટે લુહાર સમાજનાં વિવિઘ મંડળો દ્વારા અલગ અલગ રીતના આયોજનો કરાયું છે ત્યારે "વિશ્વકર્મા વાડી" - (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી) દ્વારા મોરબી ખાતે શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી તારીખ: 14/02/2022 સોમવારે વિશ્વકર્મા વાડી - (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી) શનાળા રોડ, મોરબી ખાતે ઊજવણી કરવામાં આવી હતી
જેમાં બપોરે 3:00 વાગ્યે ગોપી મંડળ ધૂન સાંજે 6:00 વાગ્યે વિશ્વકર્મા પ્રભુનાં પુજન, આરતી બાદ સાંજે 6:45 વાગ્યેસમુહ જ્ઞાતિ પ્રસાદ (ભોજન) કરાવી ઉજવવામાં આવી, જોકે કોરોનાં સંક્રમણ અને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરી ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં મુખ્ય ત્વે સોરઠીયા લુહારજ્ઞાતિ મોરબીના ટ્રસ્ટીઓશ્રી હરેશભાઇ પીઠવા, અતુલભાઈ મકવાણા, રાજેન્દ્રભાઇ સિદ્ધપુરા, મુકેશભાઈ પીઠવા, જગદીશભાઈ પરમાર, વિનોદભાઈ વારા, ભરતભાઇ પીઠવા તથા યુવક મંડળ અને મહિલા મંડળે સેવા આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બની જહેમત ઉઠાવી હતી
જ્યારે મહેમાન ગણોમાં શ્રી મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી નાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો તેમજ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ (સમસ્ત લુહાર સમાજ સંગઠ્ઠન રાષ્ટ્રીય પાર્ટી) નાં હોદેદાર સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે લુહાર સમાજનાં પત્રકારોશ્રી પરેશભાઈ દાવડા અને મયુરભાઈ પિત્રોડા બંનેએ પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com




No comments:
Post a Comment