Sunday, May 1, 2022

શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી દ્વારા શ્રી મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી માટે વિચાર ગોષ્ઠિ નું આયોજન કરાયું...
















શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી અંતર્ગત સંચાલિત શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી દ્વારા શ્રી મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી માટે વિચાર ગોષ્ઠિ નું આયોજન તારીખ: 29/04/22 ને શુક્રવારના રોજ કરાયું હતું
જેમાં લુહાર સમાજ વિર્ધાથી માટે નોટબુક વિતરણ અને તેમના ખર્ચ સંબંધિત ફંડ ફાળા બાબતે અગત્યની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જૉકે આ પ્રસંગે મોરબી નિવાસી શ્રી રાજેશભાઇ હરજીવનભાઈ પરમાર (ખોડિયાર ફેબ્રીકેશન - રફાળેશ્વર જીઆઈડીસી) તરફથી ફંડપેજ માટે ફાળો અપાયો હતો જ્યારે ઉપસ્થિત બીજાં જ્ઞાતિજનો તરફથી પણ ફંડ લખાવવામાં આવેલ તથા મિટિંગ બાદ ભોજનનું પણ અયોજન કરવામાં આવેલ


આ નોટબુક વિતરણ માટે પરેશભાઈ પઢારિયા, જીતેન્દ્રભાઇ રાઠોડ, જીજ્ઞેશભાઈ મકવાણા, દિપકભાઈ પિત્રોડા તથા ચેતનભાઈ મકવાણા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Cell - 9512171071




No comments:

Post a Comment