Saturday, June 25, 2022

પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ - અમદાવાદ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશના અમદાવાદ ચેપ્ટરનુ લોન્ચિંગ કરવામાં આવ્યું...




















વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી તારીખ: 25/06/2022 શનિવારના રોજ હોટલ સિલ્વર કલાઉડ, અમદાવાદ ખાતે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ   અમદાવાદ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશના અમદાવાદ ચેપ્ટરનુ લોન્ચિંગ કરવામાં આવ્યું. 


જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ, જપનભાઇ પંચાલ, આકાશભાઈ ડોડીયા, મેહુલભાઇ પંચાલ, સુહાગભાઇ પંચાલ દ્વારા દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.  ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના હસ્તે લોન્ચિંગ કરી GVBO ( ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશ) ના અમદાવાદ ચેપટરની  શરૂઆત કરવામાં આવી. જેમાં ગેસ્ટ સ્પીકર તરીકે ડો.નિલમબેન પંચાલ દ્વારા એન્ત્રીપેન્યોરશીપના વિષય પર વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બિઝનેસ પ્રેઝન્ટેશન તેમજ નોલેજેબલ સેમીનાર થકી ઉધોગ સાહસિકોએ વિચારોની આપ લે કરી હતી.

લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com


No comments:

Post a Comment