લુહાર કુલભૂષણ સંતશ્રી દેવતણખી દાદા તથા લિરલબાઈના સમાધી સ્થળ મજેવડી ધામ (જુનાગઢ) વીશે લુહાર સમાજના દરેક વ્યક્તિ પરિચિત છેજ અને તે પણ જાણે છે કે મજેવડી ટ્રસ્ટ દ્વારા દરેક સમાજિક તહેવાર તથા પ્રસંગો ખુબ મહેનત સાથે ઉજવણી કરવામા આવે છે.
હાલ ગત તારીખ: 01/07/2022 શુક્રવાર અષાઢી બીજના રોજ મંદિરનાં પ્રાગરણ માં ભવ્ય ઉત્સવ કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં ટ્રસ્ટીશ્રી, કારોબારી અને યુવક મંડળને ખુબ ખુબ ધન્યવાદ આપવા પડે તેવું અષાઢીબીજ મહોત્સવનું આયોજન ખુબજ સુંદર અને એટલીજ જીણવટ પૂર્વકનું હતું અને હજારો લોકો વચ્ચે ક્યાંય કોઈને તકલીફના પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
તારિખ: 30/06/22 ગુરૂવારના રોજ રાત્રે સંતવાણી ભજન નો કાર્યક્ર્મ યોજયો હતો જયાં સમાજનાં નામી કલાકારો, સાહિત્યકારો અને ભજનિકોએ લોકોને પોતાનાં આવાજ અને સંગીત દ્વારા લુહારજ્ઞાતિ જનોને મંત્રમુધ કર્યા હતા,
જોકે સંતવાણી ભજન કાર્યક્રમમાં રામદેવપીર ની વેશભુષા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સાથે સંતવાણી માં દાનની સરવાણી પણ વહેતી થઈ હતી અને દરેક ઉપસ્થિત સંતવાણી કલાકારો અને સાહિત્યકારો નું સાલ અને મોમેંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
હાલમાંજ મજેવડી ટ્રસ્ટ દ્વારા આશરે 8 વિધા જમીનની ખરીદી પણ કરવામાં આવેલ છે, જ્યાં વિશાળ ભોજનાલય, મોટો સભાખંડ તથા યાત્રાધામ નાં મહેમાનો માટે ધર્મશાળાનું બાંધકામ કરવામાં આવશે, જેમનાં માટે અષાઢી બીજના રોજ લુહાર સમાજ અગ્રણી દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી હતી,
ત્યારબાદ દાતાશ્રીઓ, ત્યાં પધારેલ સમાજનાં અલગ અલગ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, સમાજની સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ અને સમાજની આગવી ધરોહર મીડીયા/સમાચારનાં તંત્રિશ્રી અને પત્રકાર મિત્રોનું પણ સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો.
અષાઢી બીજના પાવન દિવસે સવારે 06:00 વાગ્યે મહા આરતી સાથે દિવસ નાં શુભ પ્રસંગની શરૂવાત કરાઈ હતી ત્યારબાદ મંદિરનાં નિજ દેવસ્થાનોનાં દેવોના શણગાર પહેરાવી તથા અંકુરત પ્રસાદ દર્શન ખુલ્લા મુકાયા હતાં બપોર બાદ ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે અનેરી રથયાત્રા મજેવડી ગામમાં ફેરવવામાં આવી હતી
અને સંધ્યા આરતી બાદ કાર્યક્રમને પુર્ણ કરાયો હતો. જોકે જાણકરી મૂજબ આશરે 20 હજારથી વઘુ ભક્તજનોએ બપોરનાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
આમ વરસાદી માહોલ વચ્ચે વરસતાં વરસાદમાં દાદાના સાનિધ્યમાં હજારો લુહાર સમાજ લોકોએ અષાઢીબીજના મહોત્સવનો મજેવડી ધામે લાભ લીધો હતો.
મારી એક સમાજનાં પત્રકાર તરિકે દરેક મિત્રોને એક અનુરોધ છે કે આવતી સાલ અષાઢીબીજ મહોત્સવ માં આપ સર્વ લુહારજ્ઞાતિ જનો પણ પધારી પ્રસંગ માળી ધન્યતા અનુભવો અને વર્ષ દરમિયાન પણ જ્યારે મન થાઈ ત્યારે પણ મજેવડી ધામ જરૂરથી જજો..
- પત્રકાર મયુરધ્વજ પિત્રોડા
LL.B./Journalist
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com
લુહાર સમાજ સમાચાર દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર દરેક સમાચાર, ઉત્સવ નોંધ કે પ્રકાશિત પોસ્ટ સંબધિત આપનાં સૂચનો તથા મંતવ્યો આવકાર્ય છે



































No comments:
Post a Comment