સમસ્ત શ્રી મારૂ પરિવાર ટંકારાનાં કુળદેવી શ્રી અંબાજી માતાજીનાં મું.-ટંકારા સ્થિત મઢે અષાઢ સુદ આઠમ ને તારીખ : 07/07/2022 ગુરૂવારના પાવન દિવસે સમસ્ત લુહાર મારૂ કુટુંબના સાથ સહકાર થકી મઢ નો જીણોધ્ધાર તેમજ વાસ્તુ નવચંડી યજ્ઞનું અનેરૂ અયોજન કરવામાં આવેલ,
જે ઉત્સવમાં આજ રોજ વહેલી સવારના 7:30 કલાકે વાસ્તુ નવચંડી યજ્ઞ સમસ્ત શ્રી મારૂ પરિવાર ટંકારાનાં કુળદેવી શ્રી અંબાજી માતાજીનાં મું.-ટંકારા સ્થિત મઢે પ્રારંભ કરાયો હતો, અને બપોરે 12:00 વાગ્યાનાં શુભ મુહૂર્તમાં મઢનાં માતાના નિજ સ્થાનકે સિંદૂર થાપા તેમજ નવો શણગાર કરી અંબાજી માતા, ખોડલ માતા તેમાંજ બીજાં દેવ-દેવી પરિયાઓની સ્થાપના કરવામાં આવી હતી, જે પ્રસંગે કુટુંબી બહેનો દ્વારા માતાજીનાં ગરબા ગાય વધામણાં પણ કર્યા હતા.
ત્યારબાદ ધૂપ દિવેટ કરી કુટુંબી જનોને ફળાહાર કરાવવામાં આવેલ, અને ચાર વાગ્યાના સુમારે હવનમાં યજ્ઞદેવને યજ્ઞબિડા ની આહુતિ આપી સમસ્ત લુહાર મારૂ કુટુંબના પરિવાર જનોએ મહાપ્રસાદ ગ્રહણ કરી નિર્વિઘ્ને હર્ષલ્લાસપૂર્વક કાર્ય પાર પાડ્યું હતું.
જોકે મઢનાં જીણોધ્ધાર કાર્યમાં મારૂ કુટુંબના મોભી એવા ગોપાલભાઈ લવજીભાઈ મોરબી, મનીષભાઈ દયાળજીભાઈ રાજકોટ, મહેન્દ્રભાઈ વાલજીભાઈ રાજકોટ, ચંદુભાઈ જગજીવનભાઈ લાલપર (મોરબી), વિનોદભાઈ રતિભાઈ રાજકોટ, કિશોરભાઈ રાધવજીભાઈ ટંકારા, મકનભાઈ વશરામભાઈ ટંકારા, રાજુભાઈ હરિભાઈ મોરબી, મનહરભાઈ કાનજીભાઈ મોરબી, કુંવરજીભાઈ નારણભાઈ મોરબી, પ્રાણજીવનભાઈ પ્રેમજીભાઈ (શંભુભાઈ) મોરબી તથા સુરેશભાઈ શાંતિભાઈ રાજકોટ વગેરે મારૂ કુટુંબનાં મોભીઓ દ્વારા ટંકારા મારૂ કુટુંબના કુળદેવી શ્રી અંબાજી માતાના મઢનાં જીણોધ્ધાર કરવાનાં કાર્યમાં ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ ઉપરોક્ત તમામ લોકોએ સમસ્ત મારૂ કુટુંબ દ્વારા જે સાથ સહકાર અને સહયોગ પ્રાપ્ત થયો તે માટે તમામ મારૂ કુટુંબ ટંકારા પરિવાર જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com




























Very very nice 👏👏👏🙏🙏🙏
ReplyDelete