Wednesday, September 18, 2024

મોડાસામાં સમસ્ત વિશ્વકર્મા સમાજ અરવલ્લી (શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ) આયોજિત ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા ની તૃતીય શોભાયાત્રાનું સફળતા પૂર્વક આયોજન સંપન્ન..





તા:૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ (કન્યાસંક્રાંતિ-શ્રી વિશ્વકર્મા પ્રભુની પૂજાનો મહાપર્વ ) નિમિત્તે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સવારે ૧૧ કલાકથી *ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની તૃતીય શોભાયાત્રા* નો ભવ્ય શુભારંભ થયો આ શોભાયાત્રામાં જોડાવા માટે આયોજકો દ્વારા સમસ્ત વિશ્વકર્મા વંશજો જેવા કે લુહાર ,સુથાર ,કડિયા, કંસારા, સોની ,જાંગીડ ,મેવાડા, ગજ્જર અને પંચાલ સમાજને સહપરિવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું 


સાથે સાથે ગુજરાતભરના વિવિધ ગામ શહેરના વિશ્વકર્મા વંશજના આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા સમસ્ત વિશ્વકર્મા વંશજ ના પરિવારોએ હર્ષભેર આ શોભાયાત્રામાં સહપરિવાર તન ,મન અને ધનથી જોડાયા હતા આ શોભાયાત્રા  સવારે ૧૧ કલાકે વિશ્વકર્મા મંદિર ,ગણેશપુર, મોડાસા થી પ્રસ્થાન થઈ ડીપ વિસ્તાર- જૂના પોલીસ સ્ટેશન -વિશ્વકર્મા મંદિર,કડિયાવાડા -ચાર રસ્તા- બાલકનાથજી મંદિર શ્રીમાળી ભવન ખાતે પહોંચી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો અને સ્થાનિક વિશ્વકર્મા વંશજના સભ્યોની હાજરીમાં દીપ પ્રાગટ્ય બાદ સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી 


તેમાં વિવિધ ગામ શહેરથી પધારેલ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ  પ્રવચન આપ્યા. ચિત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાના વિજેતાઓને પણ શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન( એન્કરિંગ ) નીતાબેન પંચાલે પોતાની આગવી છટાથી ખૂબ જ બેખૂબી રીતે સંભાળ્યું હતું. 


કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત અને આ શોભાયાત્રામાં વિશ્વમાંગલ્ય માટે અને સમસ્ત સમાજની સુખાકારી માટે વિશ્વકર્મા સમાજ ના બંધુ ભગિનીઓ દ્વારા  સર્વે ભવન્તુ સુખિન: ...ના ભાવસહ  શ્રી વિશ્વકર્મા પ્રભુને સામૂહિક  પ્રાર્થના કરવામાં આવી હતી... તેમ જ આભાર વિધિ બાદ પુર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. 


હાજર સૌએ ભોજન પ્રસાદીનો આસ્વાદ માણ્યો  અને સૌ હર્ષભેર  છૂટા પડ્યા. આ સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવા મયુરભાઈ મિસ્ત્રી,જીગ્નેશભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, હિતેશભાઈ સુથાર ,નિલેશભાઈ કડિયા, કિશોરભાઈ પંચાલ, ગોપીભાઈ શર્મા,નીતાબેન પંચાલ તેમજ સ્થાનિક વિશ્વકર્મા વંશજના જ્ઞાતિજનોએ ભારે જહેમત  ઉઠાવી હતી. સદર કાર્યક્રમ ખૂબ જ  શાનદાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો. 


લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
માહિતી : અશોક પીઠવા, વલ્લભ વિદ્યાનગર 

No comments:

Post a Comment