વિરાટ વિશ્વકર્મા એકતા સમિતિ દ્વારા અમદાવાદ થી મજેવડી જતી વિશ્વકર્મા રથ યાત્રા મોરબી મુકામે આવી પહોચી હતી ત્યારે મોરબી લુહાર/સુથાર જ્ઞાતિ દ્વારા દાદા ના રથ નું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામા આવ્યુ હતુ અને મોરબીનાં શહેર, તાલુકા તથા ગામડા માં વસતા લુહાર/સુથાર જ્ઞાતિ ના ભાઈઓ, બહેનો, વડીલો રથયાત્રા માં જોડાયા હતા
આ યાત્રા મોરબી શહેર મધ્યે થી પસાર થઈ હતી જે શહેરના મુખ્ય માર્ગો જેવાકે મહેન્દ્રાનગર પાસેના ઓવરબ્રિજ સર્કિટહાઉસ થી શરૂ થઈ જે ગેંડા સર્કલ (મહારાણા પ્રતાપ ચોક) - નહેરુ ગેટ ચોક - ગાંઘીચોક - કાનાભાઈ દાબેલી ચોક - રામચોક - શનાળા રોડ થી સરદારબાગ સામે પેટ્રોલપંપ વાળી શેરીમાં લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજન શાળાએ પૂરી થઈ હતી
તારીખ: ૦૯/૦૩/૨૦૨૦ ને સોમવાર સવારે 11:30 વાગ્યે રથયાત્રા સર્કિટ હાઉસ પોહચી ત્યારે આ રથના સામૈયા કરવા માટે સમસ્ત લુહાર/સુથાર સમાજની દિકરીઓએ સામૈયા કરી રથને વઘાવ્યો હતો
અને ત્યાર બાદ સમાજના લોકો કાર (ફોરવિહલ),બાઈક (ટુ વિહલ) લઈને આવવું યાત્રામાં જોડાઈ વિશાળ રથયાત્રા કાઢી હતી
આ રથયાત્રાનું લુહારજ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા - મોરબી, વિશ્વકર્મા શિક્ષણ-ઉત્સવ સમીતી મોરબી,
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના - મોરબી તાલુકા/સીટી ટીમ,
સોરઠીયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ - મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ - મોરબી, વિશ્વકર્મા મહિલા પ્રગતી મંડળ - મોરબી, તથા શ્રી ગજ્જર સુથારજ્ઞાતિ મંડળ - મોરબી દ્વારા ફુલહાર સાથે આ રથયાત્રાનુ પુજન કરાયુ હતુ જયારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દ્વારા નહેરૂગેઈટ ચોક ખાતે આ યાત્રાના રથનું ફુલહારથી સ્વાગત કરાયુ હતુ
યાત્રા દરમીયાન સોરઠિયા લુહારજ્ઞાતી હિતેચ્છુ મંડળ દ્વારા આખા રૂટપર ઠંડા સરબતની વ્યવસ્થા જળવાય હતી જયારે લુહારજ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી દ્વારા તમામ યાત્રી ગણો અને મંડળના સભ્યોને યાત્રા વિરામ બાદ જમાડવામાં આવ્યા હતા











No comments:
Post a Comment