Tuesday, June 9, 2020

કહેવાય છે કે જો "કરવુ હોય તો કંઇજ અશક્ય નથી" તેનુ ઉદાહરણ - મારૂ આરતી જયેશભાઈ






ભણવા ની સાથે સાથે ગાયક કલાકાર પણ....
મુળ મોરબી ના ચકમપર ગામ ની મારૂ આરતી  જયેશ ભાઈ એ ધોરણ ૧૦ માં અભ્યાસ કરી ને 97.13 pr મેળવ્યા છે , અભ્યાસ કરતી હતી, પરંતુ બીજા વિદ્યાર્થી ની જેમ આરતી ની  સરળ જિંદગી નહોતી.... કારણ, પરિસ્થિતિ એવી હતી કે મજબૂરી માં આરતી ને રાત્રે શિયાળા ની ઠંડી મા મોબાઈલ ની ફ્લેશ થકી તથા બપોરે તડકા માં  ધાબા ના પગથીયા પર બેસી ને કેટલીક વાર વાંચવું પડતું હતુ, જ્યારે આરતી ના માતા પિતા મુળ મોરબી(ચકમપર) રહે છે  જેથી આરતી માતા પિતા થી દુર રહી ને કાકા કાકી સાથે નડિયાદ ના અલીન્દ્રા ગામ માં રહી ને ધોરણ  ૧૦ સારા ખુબ પરિણામ સાથે પાસ કર્યું છે


આરતી માત્ર ભણવા માજ નહિ પરંતુ ધોરણ ૧૦ માં તેને ૬ થી વધારે પ્રોગ્રામ કર્યા છે, આરતી રાત્રે ૧૧ વાગે પ્રોગ્રામ માંથી ઘરે આવતી અને સવારે ૧૦ વાગે શાળા ની પરિક્ષા આપતી આ પરિસ્થિતિ માં પણ આરતી ના ૯૦% જેટલા માર્ક્સ આવતા હતા... પ્રોગ્રામ માં   ધોરણ ૧૦ દરમિયાન તેને ૫૦૦૦ જેટલી રકમ ઈનામ માં મળેલ છે તથા તેને ૪ થી વધારે ગાયક કલાકાર હોવા ના એવોર્ડ પણ મળી ચૂકેલ છે આમ ભણવા ની સાથે આરતી ગાયક કલાકાર પણ છે...
For result: B8012022


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com 




2 comments: