Sunday, November 17, 2024

મકવાણા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના રોહિશાળા સ્થિત નૂતન મઢ ખાતે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારતક સુદ ચૌદસ અને પુનમનાં દિવસે ઉજવાયો..



















































મકવાણા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના રોહિશાળા સ્થિત નૂતન મઢ ખાતે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારતક સુદ ચૌદસ અને પુનમનાં દિવસે ઉજવાયો..



પ્રાપ્ત માહિતી મુજબ મકવાણા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીનો ગામ : રોહિશાળા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી સ્થિત મઢે થોડા દિવસો પહેલાં સમસ્ત મકવાણા પરિવારના સાથ સહયોગ થકી મઢનું નવનિર્માણ કરવામાં આવેલ જે મકવાણા પરિવારનાં કુળદેવી શ્રી મોમાઈ માતાજીના નૂતન મઢમાં તે બાબતે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારતક સુદ ચૌદસ અને પુનમ નાં દિવસે ઉજવાયો હતો,.


જેમાં પ્રથમ દિવસે કારતક સુદ ચૌદસ તારીખ: 14/11/2024 ગુરૂવારનાં દિવસે મઢનાં મંડપ માતૃકા પુજન બાદ જલ યાત્રા અને ત્યાર બાદ ઢોલ નગારા સાથે નગર યાત્રા યોજાઈ હતી અને માતાજીના મઢનાં ફરાઓ નું વિધિવત પૂજન અર્ચન કરી સાંધ્ય આરતી કરવામા આવી હતી 


જ્યારે બીજા દિવસે કારતક સુદ પૂનમ તારીખ: 15/11/2024 શુક્રવારના દિવસે પ્રથમ મઢમાં ગણપતિ સ્થાપન ત્યાર બાદ વિધિવત શાંતિ પૌષ્ટિક યજ્ઞહોમ બાદ માતાજીના મઢનાં ફરાઓ ને પ્રાણ પ્રતિષઠા વિધી મુજબ માતાના મઢમાં સ્થાપિત કરવામાં આવેલ 



ત્યારબાદ મહાઆરતી બાદ સમસ્ત મકવાણા પરિવાર તથા આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન બાદ ઉત્સવ પુર્ણ કરાયો હતો, આ કાર્ય માટે સમસ્ત મકવાણા પરિવાર સાથે શ્રી ધીરુભાઈ કરશનભાઈ મકવાણા, શ્રી હિતેશભાઈ લાલજીભાઈ મકવાણા તથા શ્રી રવિભાઈ જગદીશભાઈ મકવાણા દ્વારા જહેમત ઉઠાવી કાર્ય પાર પાડવામાં આવેલ હતું..




માહીતી : કું. ધારમી દિલીપભાઈ મકવાણા 
(મું. જોડિયા (જામનગર) હાલ: મોરબી)

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
કોન્ટેક્ટ : 09512171071





No comments:

Post a Comment