શ્રીવિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિના સંસ્થાપકશ્રી મયુરભાઈ મિસ્ત્રી તેમજ સમિતિના આગેવાનશ્રીઓ શ્રીહિતેષભાઇ સુથાર તેમજ શ્રીજીગ્નેશભાઈ પંચાલ(એડવોકેટ), તેમજ શ્રીનિલેશ કનાડીયા તેમજ શ્રીકેતનભાઈ સોલગામા રાજકોટ સ્થિત વિશ્વકર્મા સમાજના વિવિધ અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી
જેમાં ગજ્જર સમાજના શ્રીવિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીરસિકભાઈ વાઘસણા તેમજ રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ભૂતપૂર્વ અધિકારી શ્રીનવીનભાઈ પાટડિયા તથા SV NEWS ના ચીફ એડિટર શ્રીઉમેશભાઈ ગજ્જર જેઓ નિઃશુલ્ક SV ન્યૂઝચેનલ તેમજ માસિક ડિજિટલ પત્રિકા ચલાવી વિશ્વકર્મા સમાજની સકારાત્મક માહિતી સમાજ સુધી પહોંચાડી ખુબ ઉમદા કામ કરી રહ્યા છે તેમની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી
તથા લુહાર અગ્રણી જાણીતા ઉધોગપતિ શ્રીવિશ્વકર્માદાદાના અનન્ય ભક્ત શ્રીઅશોકભાઈ રાઠોડ તથા સોની સમાજના અગ્રણી શ્રીરાજુભાઈ લોઢીયા તેમજ ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક શ્રી નિલેશભાઈ લુંભાણી તેમજ અનિકેતભાઈની વિશ્વકર્મા વિવિધ જ્ઞાતિ અગ્રણીની મુલાકાત બાદ શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી વિશ્વકર્મા પુરાણ કથા રાજકોટ રોયલ મેળા ગ્રાઉન્ડ ખાતે વક્તાશ્રી હિરેનભાઈ પંચાલશ્રી(અંજાર)ના મુખેથી ચાલી રહેલી શ્રીવિશ્વકર્મા પુરાણ કથાનું રસપાન કર્યું
તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી હિરેનભાઈને શ્રીદિશાબેન વડગામાં દ્વારા તૈયાર થયેલ હેન્ડપેઈન્ટેડ શ્રીવિશ્વકર્મા પ્રભુનું ચિત્ર તેમજ શ્રીશિવકુમાર આર્ય દ્વારા લખાયેલ શિલ્પી બ્રાહ્મણ નામનો ગ્રંથ આપી સન્માન કરવામાં આવ્યું સમિતિના સભ્યોએ ખુબ ધન્યતાની લાગણી અનુભવી તેમજ શ્રીવિશ્વકર્મા પુરાણ કથાના આયોજકશ્રીઓએ શ્રીવિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિનું ખેસ તેમજ વિશ્વકર્મા દાદાની છબી આપવી સન્માન કરવામાં આવ્યું.
કથાના આટલા સરસ આયોજન માટે શ્રીવિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિ કથાના આયોજક શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન રાજકોટને ખુબ ખુબ અભિનંદન આપે છે તેમજ ભવિષ્યમાં આવા વિશ્વકર્મા પ્રભુના ધર્મ પ્રચાર અર્થેના કાર્યક્રમ વધારે થાઈ તેવી શુભકામનાઓ પાઠવે છે.
માહિતી : નિલેશ કનાડીયા
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 09512171071














































No comments:
Post a Comment