મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ મંડળ દ્વારા શ્રી છગનભાઈ હરસોરા લુહાર જ્ઞાતિની વાડીમાં આગામી દિવસોમાં એક વિશિષ્ઠ પ્રકારના વેવિશાળ (પસંદગી) મેળાનું આયોજન કરવામાં આવનાર છે.જેના માટે વાલીશ્રીઓએ દિકરા/દીકરીનો બાયોડેટા મોકલવો.પરંતુ એક નિયમ એવો રાખવામાં આવેલ છે જે દિકરાનો બાયોડેટા મોકલશે તેમણે ફરજીયાત દિકરીનો બાયોડેટા આપવાનો રહેશે. તો જ દિકરાનો બાયોડેટા સ્વીકાર કરવામાં આવશે. પોતાની દિકરી ના હોય તો પરિવાર અથવા એમના સગા સબંધીમાંથી આપશે તો પણ ચાલશે. જેમને સામસામે ન કરવુ હોય તો ક્રોસ વેવિશાળ કરવાની ગોઠવણ કરી આપવામાં આવશે.
નોંઘ : આ વેવિશાળ સમારોહનો હેતુ એક માત્ર એ છે કે હાલ જે વેવિશાળની સમસ્યા છે તેમાંથી વાલીશ્રીઓની ચિંતા હલ થાય અને યોગ્ય પાત્ર મળે તેવો છે.
બાયોડેટા મોકલવા તથા માહિતી માટે સંપર્ક
મહેશભાઈ પરમાર - મો.૯૪૨૬૪૬૪૨૬૮
પીયૂષ લુહાર - મો.૭૦૪૮૪૩૨૧૬૫
અરવિંદભાઈ ડોડીયા (વિજપડી) - મો.૯૯૨૫૯૯૪૨૫૯
જયંતીભાઇ કવા - મો.૯૮૨૪૮૨૦૦૧૧
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 09512171071



No comments:
Post a Comment