પ્રાપ્ત માહિતી અનુસાર તા. ૧૯ માર્ચ ૨૦૨૫ બુધવારના રોજ પીઠવા ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણી સેવક શ્રી કાંતિભાઇ પીઠવા ( કોનાર્ક ),શ્રી કિશોરભાઈ પીઠવા ( ટેકનિકા કોર્પોરેશન ),અશોકભાઈ પીઠવા તેમજ લુહાર અગ્રણી શ્રી અશ્વીનભાઇ ચૌહાણ,શ્રી રાજેશભાઇ ડોડીયાને બોખીરાધામના પ્રમુખ શ્રી અશોકભાઈ સિધ્ધપુરા દ્વારા મળેલ સ્નેહભર્યા આમંત્રણનો સ્વીકાર કરી તેઓના ઘેર આગતા સ્વાગતા કરવામા આવી.
અને ત્યારબાદ રાત્રિ રોકાણ કરી સવારે સંત શ્રી દેવતણખી બાપા જન્મસ્થળ ખાતે દર્શન કરી ચા -નાસ્તો કરી લુહાર સમાજનાં વિકાસ માટે સામાજિક ઔપચારીક ચર્ચાઓ કરી હતી.બોખીરાધામના ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રિત મેહમાનોનું શાલ , ખેસ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.
ત્યારબાદ પોરબંદર જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી પરેશભાઇ ગોહિલે એરપોર્ટ રોડ પર લુહાર જ્ઞાતિ માટે લીધેલ જગ્યાનું નિરીક્ષણ કરાવ્યું. અમદાવાદથી પધારેલ આર્કિટેકટ શ્રી અનિલભાઈ પીઠવાએ નકશાની વિગત મેળવી સર્વે ટ્રસ્ટીઓ સાથે લુહાર સમાજની નવનિર્માણ વાડી માટે ડિઝાઈન અંગે ચર્ચા ઓ કરી હતી
મહેમાનોએ પોતાનો સમય કાઢી હાજરી આપી એ બદલ બોખીરાધામના ટ્રસ્ટીઓએ આમંત્રિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા બોખીરા ધામ પ્રમુખશ્રી અશોકભાઈ સિદ્ધપુરા શ્રી સોરઠીયા લુહાર સમાજ પ્રમુખ શ્રી પરેશભાઈ ગોહેલ તથા ટ્રસ્ટીઓ ની સાથે શુભકામનાઓ સાથે મુલાકાત થઇ અને મજેવડીધામ દર્શનાર્થે જવા નિકળ્યા હતા.
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071













No comments:
Post a Comment