પ્રાપ્ત માહિતી મુજબ જણાવાનું કે શ્રી વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી શ્રી સમસ્ત વિશ્વકર્મા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન - ૧૨ (પસંદગી મેળો) મોરબી શહેર માં યોજાશે.
અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત સ્નેહ મિલન (પસંદગી મેળો)- ૧૨ નું મેગા આયોજન મોરબી શહેરમાં કરવામાં આવશે જેમાં મોરબી જિલ્લા તથા શહેરના તમામ લુહાર સમાજના ઉદ્યોગપતિ, ટ્રસ્ટ પ્રમુખ,ઉપ પ્રમુખ,ટ્રસ્ટીઓ સાથે લુહાર સમાજ પત્રકારો, મહિલા મંડળ, સામાજિક કાર્યકર મંડળ તમામના સાથ સહકાર થી સ્નેહ મિલન (પસંદગી મેળો) - ૧૨ નું મેગા આયોજન મોરબીનું સ્થળ અને તારીખ ટુક સમય માં જાહેર કરવામાં આવશે જેમાં ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રનાં સોરઠીયાલુહાર, મચ્છુકઠિયા લુહાર, કચ્છીલુહાર, મિસ્ત્રી લુહાર,પંચાલ લુહાર વગેરે સમસ્ત વિશ્વકર્મા લુહાર સમાજનાં લોકોને આવરી લેવામાં આવશે
તો આ માહિતી સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોચતી કરવી એ પણ એક સેવાનું કામ હોઈ. દરેક લોકોને લાભ મળે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે,
આ સ્નેહ મિલન નો સમય બપોરે ૧ થી ૬ નો રહેશે,.
બપોરે ૧ થી ૨ : ફોર્મ ભરવામાં આવશે
બપોરે ૨ થી ૫ : યુવક યુવતીઓનો વ્યક્તિગત પરીચય યોજાશે.
સાંજે ૫ થી ૬ : સન્માન તથા પરસ્પર યુવક યુવતીઓનો પરિચય માટે સમય ફાળવવામાં આવશે.
વધુ માહિતી માટે અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
મો. ૮૪૦૧૮૦૫૫૧૧ પર સંપર્ક કરવો.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 9512171071










No comments:
Post a Comment