Thursday, November 13, 2025

શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ વાંકાનેરના નવનિયુક્ત પ્રમૂખશ્રી દ્વારા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું..






શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ વાંકાનેરના નવનિયુક્ત પ્રમૂખશ્રી દ્વારા પ્રમુખપદ સ્વીકાર્યા બાદ પ્રમુખશ્રી શ્રી ચેતનભાઈ ચમનભાઈ રાઠોડ દ્વારા આયોજીત પ્રથમ સ્નેહમિલનનુ આયોજન તારીખ: ૧૨/૧૧/૨૦૨૫ બુધવારના રોજ કરવામાં આવેલ તેમા શ્રી ચેતનભાઈ રાઠોડ દ્વારા આમંત્રિત બહારગામથી લુહાર સમાજ બંધુઓ મહેમાનો આવ્યા હતાં જેમાં મુખ્ય ત્વે યાદી જોઈએ તો 


શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ અને ભોજનશાળા મોરબીનાં પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ 
શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબીના ટ્રસ્ટીઓ અને સભ્યો 
શ્રી મચ્છુકઠીયા લુહારજ્ઞાતિ મંડળ રાજકોટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ 
શ્રી લુહાર હિતેચ્છુ મંડળ રાજકોટના ટ્રસ્ટીઓ 
શ્રી લુહાર સેવા સમાજ રાજકોટ ના સભ્યો 
શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ 
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ  જામનગરના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ
 

વગેરે આમંત્રિત મહેમાનો આવેલ તે તમામ ટ્રસ્ટ મંડળ અને સમિતિના સભ્યોનું પ્રમુખશ્રી દ્વારા ચાંદીની ગણપતિની મુર્તી તથા સાલ સાથે સ્વાગત સત્કાર સાથે સન્માન કરવામાં આવ્યું આ કાયૅક્રમનુ સંચાલનશ્રી પૂજય ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના જય ધોસ સાથે કાયૅક્રમ શરૂ કરવામાં આવ્યું ત્યાર બાદ એનકર દ્વારા કાર્યક્રમ સંચાલિત શરૂવાત કરવામા આવેલ 




ઉલેખનીય છે કે આ તકે શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ મંડળ વાંકાનેરના પુર્વપ્રમુખ દ્વારા  નવનીયુકત પ્રમુખશ્રી નુ શાલ તેમજ હારથી સન્માનિત કરવામાં આવ્યા ત્યાર બાદ શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ મંડળ વાંકાનેરના નવનિયુક્ત ટ્રસ્ટ મંડળ, કારોબારી સમિતિ તથા યુવક મંડળ દ્વારા પ્રમુખશ્રીનુ ફોટોફ્રેમ હાર પહેરાવી સન્માન કરવામાં આવેલ અને કેક કાપી આ સ્નેહમિલન કાર્યક્રમને બિરદાવવામાં આવેલ, 


ત્યારબાદ પધારેલ લુહાર અગ્રણી મહેમાનો અને દરેક ટ્રસ્ટ મંડળના સભ્યો દ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રી શ્રી ચેતનભાઈ ચમનભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવેલ 


જોકે હાલ શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ મંડળ વાંકાનેર જ્ઞાતિ દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિ જેમાં મુખ્ય તવે લુહાર સમાજના ગરીબ વિદ્યાર્થી માટે પુસ્તક પરબ સમાન શિષ્યવૃત્તિ તથા યુવક મંડળ દ્વારા  ચાલતી સેવાકિય પ્રવૃત્તિઓ જેમાં મુખ્ય પ્રધાન સેવા વ્યગન જેમાં જ્ઞાતિ સમાજને ઘેર મૃત્યુ બાદ ભોજન પોચડવાની ઉમદા કાર્યોને બિરદાવી વિવરણ કરવામા આવેલ કાયૅક્રમના છેલ્લે ધર ધર સ્વદેશી, હર ધર સ્વદેશીનુ BJP સુત્ર આપી સવરૂચી ભોજન કરી  સમાપન કરવામાં આવેલ.


આ સન્માન સમારંભમાં લુહાર સમાજ ગૌરવ કહી શકાય તેવા મુળ ઓખા (મીઠાપુર) હાલ રાજકોટ નિવાસી નિવૃત્ત P.I. (પી. આઈ.) શ્રી પ્રવીણભાઈ પરમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા, જયારે આપણી સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી LYS-SS ગૃપ "સિંહસ્થ સેના" ના સંધ સ્થાપક અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ હંસોરા અને યુવા પત્રકારશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડા પણ ઉપસ્થિત રહ્યા હતાં.


કાર્યક્રમના અંતે શ્રી મચ્છુકઠીયા લુહાર જ્ઞાતિ મંડળ વાંકાનેરના નવનિયુક્ત પ્રમુખશ્રી ચેતનભાઈ રાઠોડ દ્વારા પધારેલ સૌ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી સૌ ટ્રસ્ટીઓ સમાજનાં દરેક નાના મોટા કાર્યોમાં એક સંપ અને એકજૂથ થઈ ખંભે ખંભો મિલાવી સહિયારા કાર્ય કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી, 


ઉલેખનિય છે કે શ્રી ચેતનભાઈ રાઠોડના પિતાશ્રી સ્વ: ચમનભાઈ  લાલજીભાઈ રાઠોડ પણ વાંકાનેર વાડી ખાતે 12 વર્ષ સુધી પ્રમુખ પદે જ્ઞાતિ સેવાકાર્ય પાર પાડી ચૂક્યા છે ત્યારે તેમના પુત્રશ્રી ચેતનભાઈ રાઠોડની પણ હાલ પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવતાં રાઠોડ પરિવારમાં અનેરી હર્ષની હેલી છલકાઈ હતી.

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 9512171071


































































No comments:

Post a Comment