શ્રી દેરડી (જાનબાઈ) ના પ્રાથમિક શિક્ષક શ્રી પંચાલ ચંદ્રકાન્તભાઈ પી.ને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા.
(લાઠી મુકામે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી દરમ્યાન પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું.)
લાઠી.બાબરા. તા.૧૬ ઓગષ્ટ.
લાઠી ખાતે આયોજીત ૧૫ મીઓગષ્ટ ૭૪ મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી નિમિત્તે મામલતદાર શ્રી મનાત સાહેબ ,ટી ડી ઓ શ્રી મકવાણા સાહેબ તથા અન્ય અધિકારીગણ તેમજ બી. આર.સી. લાઠી ની ઉપસ્થિતિ માં "પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર" અર્પણ કરી શ્રી ચંદ્રકાન્તભાઈ પી ને સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૯-૨૦ ના દ્રિતીય સત્ર દરમ્યાન સમગ્ર ક્લસ્ટર માં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપુર્ણ પ્રયોગો, સામાજીક ક્ષેત્ર વગેરે માં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું. ત્યારે શાળા પરિવાર, શિક્ષણ વિભાગ, ગ્રામજનો સહિત સર્વો કોઈએ શિક્ષક શ્રી પંચાલ ચંદ્રકાન્તભાઈ પી ને અભિનંદન આપ્યા હતા.
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
રિપોર્ટર જયેશ મકવાણા - ઢસા
આપના આર્ટિકલ, લેખ અને મંતવ્યો આવકાર્ય છે
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com



No comments:
Post a Comment