નમસ્કાર દોસ્તો મારી આ ટુંકીવાર્તા કે બોઘન આમતો નાનુ અને સરળ છે પણ તેમાં છુપાએલ સંદેશ આજના જીવનની ખરી વાસ્તવિકતા વર્ણવે છે જે ન્યાયમૂર્તિ સાહેબના રૂપે સમાજને આગવી સોચ કેળવવાની વાત શિખવે છે..
તો ચાલો માણીયે ટુંકી વાર્તા...
"જીંદગી જીવવાની જડીબુટ્ટી"
ગીતાબેન અને તેમના દિકરા અનુરાગની પત્ની મિતાંગીના ઘરેલું જીવનના નાના અવઢવ અને મનચડાવની વાત આખરે ઘરેલું ઝધડાથી લઈને સુપ્રીમ કોર્ટના દરવાજે પહોચી હતી અને શાંત અને સૌમ્ય જીવન શૈલીમાટે ઉદાહરણ આપતા પરિવારની વાતો સમાજ અને ગામના મોઢે વગોવાઈ રહી હતી
આખરે બને સાસુ વહુની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જર્જે કૌટુંબિક વિખવાદનો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબે ઠપકા સાથે ગીતાબેનને અમૂલ્ય અને ઉપયોગી સલાહ આપી કે...
1. ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો.
તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે તે હકીકત નું ભાન થાય છે.
2. તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં.
તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક તેની મા નો છે તમારો નહીં.
3. તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં.
4. જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી તમને તમારી પુત્રવધૂ પ્રેમથી વિનંતી ન કરે ત્યાં સુધી રોજીંદા જીવનમાં તેમના છોકરા સાચવવા કે કપડાં ધોવાથી લઈને કોઈ કામ જો તમારાથી થઈ શકે તેમ હોય તોજ તે કરવાની જવાબદારી લેવી અને કામ કરી આપ્યા પછી કોઇ પણ પ્રકારની આશા રાખવી જોઈએ નહીં.
5. જ્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી કે ઝઘડાઓ થયા હોય તે બાબતે તમારે બહેરા અને મુંગા થઈ જવું. આજકાલના પુત્ર અને પુત્રવધૂ ને તેમની અંગત બાબતમાં કોઈનો ચંચુપાત ગમતો નથી. આ તેમનો અંગત મામલો છે અને તેનો ઉકેલ તેમને જ લાવવા દો અને આ ઉમરે આવું થતું જ હોય છે તેમ માનો.
6. તેમના સંતાનો એ તેમના જ છે અને તેમને કેમ ઉછેરવા તે અને સારા સંસ્કાર આપવાની અને કેમ ભણાવવા તે સૌ જવાબદારી તેમની જ છે તમારી હરગીઝ નથી તે ખાસ સમજો.
7. તમારી પુત્રવધૂ તમારી લાગણી સમજે, તમારી વાત માને કે તમારી સેવા કરે એ જવાબદારી તમારા પુત્રની છે પુત્રવધૂની નહીં તે ખાસ ધ્યાનમાં રાખો. તમે તમારા પુત્રને કેવી રીતે ઉછેર્યો છે અને કેવા સંસ્કાર આપ્યા છે તેના ઉપર બધું નિર્ભર છે.
8. તમારી નિવૃત્તિનું પ્લાનિંગ તમારી રીતે તમારે જ કરવાનું હોય છે. તેમાં પુત્ર મદદરૂપ થાય તો સારી વાત છે પણ તમારે તેની આશા રાખવી નહીં. તમારી અડધી કરતાં વઘુ જીંદગી પસાર થઈ ગઈ છે અને હજુ ઘણું જીવવાનું છે, જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે તેમ સમજી નિવૃત્તિનું પ્લાનિંગ કરવું.
9. તમારી નિવૃત્તિ કેવી અને કેટલી સુંદર રીતે માણવી એ ફક્ત તમારા ઉપર નિર્ભર છે. જે અને જેટલી શક્ય હોય તે બધી જ મજા કરો અને બને તો તમારી બધી જ બચત બધી જ સંપત્તિ જીવતાજીવત જે યોગ્ય લાગે તે મોજ મજામાં વાપરી નાખો જેથી ભરપૂર જીંદગી જીવ્યા નો સંતોષ થાય.
તમારા પૌત્ર પૌત્રી તમારા પુત્ર એ તમારા કુટુંબ ને દુનિયા ની આગવી સોગાદ છે એમ માનો. અને આજ છે જીંદગી જીવવાની જડીબુટ્ટી...
અને પ્રેમાઅક્ષુ સાથે ગીતાબેન અને મિતાંગી પોતાના ઘર તરફ રવાના થયા...
આલેખન : જયંતીભાઈ હિરજીભાઈ મારુ - જામનગર
કોન્ટેક : 9427257052
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ ન્યુઝમાં જ્ઞાતી બંધુઓના લેખ, કવિતા, અને આપના સમાચાર કે લેખ સંબંઘીત મંતવ્યો આવકાર્ય છે
આપના લેખ સાહિત્યકે કોલમ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા સાથે આપનો ફોટોગ્રાફ, સરનામું અને મોબાઈલ નંબર લખવા...
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com


No comments:
Post a Comment