મોરબીમાં તા. 04/08/1989 ને શુક્વારના રોજ જન્મેલ પિતાશ્રી લુહાર મુકેશભાઈ વેલજીભાઈ પિત્રોડા અને માતા મધુબેનના પુત્ર શ્રી મયુર મુકેશભાઈ પિત્રોડાનો આજ જન્મ દિવસ છે તે એક મઘ્યમવર્ગીય પરિવારમાં જન્મેલ અને ઉછરેલ મયુરે 1 થી 10 ઘોરણ સુઘી ઘણી કઠિનાઈનો સામનો કરી અભ્યાસ કર્યો ત્યારે રમત ગમતની ઉંમરમાં તેઓ સ્કુલથી ઘરે આવીને તરત રમવા કે ઈતર પ્રવૃતીમાં જોડાયા વગર ઘોરણ આઠથી તેઓ કામે જતા રહેતા અને મોડી રાત્રીસુઘી સ્કુલનુ ગૃહકાર્ય કરી પરત સવારે નિયત કર્મ મુજબ સ્કુલે પહોચી જતા, આવી મુશ્કેલી ભરી સ્થિતિ છતા પણ ભણવામાં તેઓ અવ્વલજ આવતા
ત્યાર બાદ વાંકાનેર ટ્રેડ ખાતે I.T.I. નો અભ્યાસ કરી ગુજરાત ભરમાં ત્રીજા ક્રમાંકે ઉર્તિર્ણ થતા વઘુ અભ્યાસ અર્થે પોતાના રિલેટીવને ત્યાં બેંગ્લોર ગયાં જયા જર્નાલિસ્ટ અને એલ.એલ.બી. ની ડિગ્રી બેંગ્લોર યુનિવર્સસીટી ખાતે હાંસિલ કરી બેચલોરના ખિતાબ અને ઈન્ટરનેશનલ પ્રેસ વર્કર ગ્રીડના બહુમાન સાથે મોરબી પરત ફર્યા સાથે આવા કપરા અભ્યાસની સાથોસાથ તેમની સાઈડ જોબતો ચાલુજ હતી જેમાંથી તેઓ પોતાના ભણતર સાથે પોકેટ મની પણ તેમાંથીજ કાઢતા હતા
આવા કપરા સમયમાં થી પસાર થયા બાદ જર્નાલિઝમ સહિત ઉચ્ચ અભ્યાસ કરીને પત્રક માં જોડાયેલા મયુરભાઈ પિત્રોડા નો આજે તારીખ ૪-૦૮-૨૦૨૦ ના રોજ 30 મો જન્મદિવસ છે.
મયુરભાઈએ સૌપ્રથમ પત્રકારત્વની કેડી પર ધ યલો પ્રેસ મેગઝીનમાં કાર્ટુન આર્ટીસ્ટ તરિકે પગરણ કર્યુ હતુ, ત્યાર બાદ તેઓએ સૌ પ્રથમ વખત સમૃઘ્ઘ ખેતી માં પોતાનું આર્ટીકલ આજની યુવા પેઢી કઈ દિશામાં (યુવાધન - કોલમ) માં પ્રસિધ્ધ કરયું હતુ
અને મોરબીમાં અબતક, ચક્રવાત, વાત્સલય ન્યુઝ જેવા સામયીકોમાં પત્રકાર તરિકે કામ કરી પોતાની પોતીકી ડિવાઈનસીટી ન્યુઝ પેપર સોશ્યલ મિડિયા ખાતે શરૂ કરી સંવાદદાતા મટી તંત્રી બન્યા હતા..
હાલ તેઓ ડિવાઈનસીટી ન્યુઝ સિવાયની આર.આર. ન્યુઝ અને લુહાર/સુથાર સમાજ પેપર એ.એલ.વી.એસ. ન્યુઝ પણ સંભાળી રહ્યા છે
સાથે લુહાર યુવા સમન્વય - "સિંહસ્થ સેના" નામનો એન્જયો પણ ચલાવી રહ્યા છે સાથે તેઓ અનેક લુહાર જ્ઞાતિ ના સંગઠન સાથે જોડાઈને સમાજ સેવા અને પત્રકારત્વમાં લોકસેવા સાથે જોડાયેલા મયુરભાઈ પિત્રોડાને મિત્રો સગા સ્નેહીઓ તરફથી મોબાઇલ નંબર 9512171071 ઉપર જન્મદિવસ મુબારક ને વરસાદ થઇ રહ્યો છે
ત્યારે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર) તરફથી મયુરભાઈને જન્મ દિવસની અનેક શુભકામનાઓ...
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
આલેખન - ALVS ઈન્ડિયા ન્યુઝ
પત્રકાર જયદિપ પિત્રોડા - મોરબી






Good
ReplyDeleteHappy Birthday Bhai
Jay Vishwakarma Dada
Good
ReplyDeleteWell Done
And Best of Luck