Tuesday, September 28, 2021

પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ચાલતા વિનામુલ્યે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના તાલીમ વર્ગોમાં 4 વિધાર્થીઓએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી એડમીશન મેળવ્યું...





વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓ માટે હોલીડે સ્કુલના સહયોગથી પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા ચાલતા વિનામુલ્યે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના તાલીમ વર્ગોમાં 4 વિધાર્થીઓએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી એડમીશન મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન..

ભવિષ્યમાં પણ વિશ્વકર્મા સમાજના વિધાર્થીઓને પ્રગતિના પંથે આગળ લઇ જવા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ સતત પ્રયત્નશીલ રહેશે.

પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ ચાલતા વિનામુલ્યે જવાહર નવોદયના ઓનલાઇન તાલીય વર્ગોને સફળ બનાવવા વિનોદભાઇ પંચાલ, અશ્ચીનભાઇ પંચાલ, અજયભાઇ પંચાલ, જીમીતભાઇ પંચાલ, સંજયભાઇ પંચાલ, દરેક જીલ્લા અને તાલુકાની ટીમો અને પંચાલ યુવા સંગઠનના દરેક કાર્યકર્તા જેમણે આ તાલીમવર્ગોને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે એ તમામ કાર્યકર્તાઓને લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ તથા લુહાર સમાજ સમાચાર તરફથી શુભકામનાઓ...

માહિતી : પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email: alvsindia@gmail.com



News Poncer Bay...













No comments:

Post a Comment