Saturday, September 25, 2021

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉડેશન (વિશ્વકર્મા ટિમ) સૌરાષ્ટ્ર ઝોન - અમરેલી ટીમના પ્રમુખશ્રી દ્વારા અમરેલી ખાતે ફ્રી દુખાવા ના મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું...


                                                                               
ગત તારીખ 19 /09/2021 ના દિવસે પ્રાઈડ ઓફ પંચાલ  ફાઉડેશન (વિશ્વકર્મા ટિમ) (સૌરાષ્ટ્ર ઝોન - અમરેલી ટીમ) ના પ્રમુખ શ્રી પીયૂષભાઈ. મકવાણા એ ડૉ.જય સાહેબ.પંચાલ પેઇન પેસયાલિસ્ટ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ અમદાવાદ પ્રમુખ શ્રી) ના સહયોગ થી અમરેલી ખાતે ફ્રી દુખાવા ના મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લાના ના એમ.પી નારણભાઇ કાછડિયા તથા બી.જે.પી અમરેલી જિલ્લા પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા તથા ડૉ.આર.આર.મકવાણા તથા લોકસામના ન્યૂઝ ના તંત્રી શ્રી પ્રવીણભાઈ મકવાણા હાજર રહ્યા હતા. 


તથા મહેમાનો માં અમરેલી લુહાર સમાજ ટ્રસ્ટી ના સભ્યો તથા કડિયા સમાજ ના સભ્યો તથા સુથાર સમાજ ના પ્રમુખ હાજર રહ્યા હતા. તથા અતિથિ વિશેષ માં ગુજરાત R.T.O ઇન્સપેક્ટર ધૃવ.પંચાલ તથા પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી સુનિલભાઈ પંચાલ, ઉપપ્રમુખશ્રી કેતન ભાઈ પંચાલ, મંત્રી શ્રી મયંકભાઈ.પંચાલ, ખજાનચી શ્રી.શૈલેષભાઈ પંચાલ તેમજ ડૉ.જયસાહેબ પંચાલ પેઇન પેસયાલિસ્ટ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ અમદાવાદ પ્રમુખ શ્રી) હાજર રહ્યા હતા. 


આ સમગ્ર આયોજન પ્રાઇડ ઓફ પંચાલ  ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર ઝોન એ ના પ્રમુખ શ્રી પિયુષ ભાઈ મકવાણા ના માર્ગદર્શન ના નીચે થયો હતો જેમાં અમરેલી જિલ્લા ના તમામ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ના હોદ્દેદારો એ સાથ સાહિયોગ આપ્યો હતો  આ મેડિકલ કેમ્પ માં ડો જય સાહેબ પંચાલ પેઇન પેસયાલિસ્ટ (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ અમદાવાદ પ્રમુખ શ્રી) દ્વારા  અમરેલી જિલ્લા ના 70 જેટલા દર્દી ને નિશુલ્ક તપાસવા માં આવ્યા હતા. અને ડૉ જય સાહેબે આવા પોગ્રામ  પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ સાથે મલી ને કરતા રહીશું તેવું જણાવ્યું હતું.

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com







No comments:

Post a Comment