મુળ રાજકોટના વતની અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા મહેન્દ્રભાઇ પીઠવાના દિકરો યાગ્નિક ( ઉંમર ૨૩ વર્ષ ) નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો. મહેન્દ્રભાઇએ પોતાની ધર્મપત્નિ કે જે એક ગૃહિણી છે તેના સાથ સહકારથી દિકરા યાગ્નિકના અભ્યાસ પાછળ વિશેષ રૂચિ રાખી યાગ્નિકના રસના વિષય ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયમાં BSc IT કરવા રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો જેમાં યાગ્નિકને સિલ્વર મેડલ મળ્યો. પોતાના ધ્યેયને સિધ્ધ કરવા GLS યુનિવર્સિટી ના Faculty of Computer Application & Information Technology ( FCAIT ) વિભાગમાં MCA નો અભ્યાસક્રમ શ્રેષ્ઠ દેખાવ સાથે પૂર્ણ કરતા તાજેતરમાં તા:૨૦-૧૨-૨૦૨૫ ના રોજ જાણીતા ક્રિકેટર શ્રી સૂર્યકુમાર યાદવના હસ્તે Gold Medal એનાયત કરવામાં આવ્યો.સાથે સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો.યાગ્નિકે પરિવાર તથા લુહાર સમાજનું નામ રોશન કર્યું છે. યાગ્નિકના જીવનનો મુખ્ય ધ્યેય : સૉફ્ટવેર , વેબસાઈટ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ દ્વારા સ્વરોજગાર કરી પોતાના જીવનને સાર્થક બનાવવુ છે .પોતાની આ સિધ્ધિ પાછળ માતા -પિતાના આશિર્વાદ અને તેઓની મેહનતને ગણાવે છે.
યાગ્નિકને અભિનંદન આપવા આપ તેના મો નંબર 9313646601 અથવા તેમના પિતાશ્રી મહેન્દ્રભાઈના મો નંબર 9265774970 પર સંપર્ક કરી શકો છો
આ ગૌરવભરી સિદ્ધિ બદલ યાગ્નિકને ખૂબ ખૂબ અભિનંદન
ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કે તેઓ પ્રગતિનાં સોપાન સર કરે અને પરિવાર તેમજ લુહાર સમાજનું નામ રોશન કરે
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
માહીતી : અશોક આર.પીઠવા,વલ્લભ વિદ્યાનગર
Email: alvsindia@gmail.com
Contact : 9512171071

























































No comments:
Post a Comment