Tuesday, December 23, 2025

MSc Microbiology માં ગોલ્ડ મેડલ મેળવી લુહાર સમાજનું નામ રોશન કરતી પ્રભાસ પાટણની પ્રગતિ રમેશભાઈ ગોહેલ..




ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ ગામમાં વેલ્ડીંગનુ કામ કરતા રમેશભાઈ ગોહેલની દિકરી પ્રગતિ ( ઉંમર ૨૩ વર્ષ ) નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતી તેઓએ પોતાની ધર્મપત્નિ કે જે એક ગૃહિણી છે તેના સાથ સહકારથી દિકરી પ્રગતિના અભ્યાસ પાછળ વિશેષ રૂચિ રાખી તેને તેના રૂચિના વિષયમાં Microbiology કરવા માટે વેરાવળની J.M.Science College માં પ્રવેશ અપાવ્યો.પ્રગતિએ પણ ખંતથી BSc Microbiology ની ડિગ્રી મેળવી માસ્ટર કરવા *નોબેલ યુનિવર્સિટી,જુનાગઢ* ખાતે પ્રવેશ મેળવી ખંતથી અભ્યાસ કરવા લાગી.મેહનત નુ ફળ હંમેશા મળે જ છે તેને સાર્થક કરતા પ્રગતિએ માસ્ટર ઈન સાયન્સ (M.Sc) Microbiology વિષય પર ડીગ્રી પ્રાપ્ત કરી અને ડૉ.પ્રતાપસિંહ ચૌહાણના હસ્તે Gold Medal હાંસલ કર્યો. પરિવાર તથા ગામનું નામ રોશન કર્યું છે. પ્રગતિના જીવનનો મુખ્ય ધ્યેય : માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં ઊંડું જ્ઞાન અને વ્યવહારુ અનુભવ મેળવી ફાર્માસ્યુટિકલ તથા હેલ્થકેર ક્ષેત્રમાં ગુણવત્તા, સલામતી અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે જવાબદાર ભૂમિકામાં કાર્ય કરી પોતાના ધ્યેયને પરિપૂર્ણ કરવો છે. સાથે સાથે સતત અભ્યાસ અને સંશોધન દ્વારા પોતાની ક્ષમતાઓ વિકસાવી સમાજના આરોગ્ય અને વિકાસમાં સકારાત્મક યોગદાન આપવાની મહેચ્છા ધરાવે છે.પોતાની આ સિધ્ધિ માતા -પિતાના આશિર્વાદ અને તેઓની મેહનતને ગણાવે છે.મન હોય તો માળવે જવાય ઉક્તિને સાર્થક કરતી પ્રગતિને અભિનંદન આપવા આપ તેમના મો નંબર 8849386983 અથવા તેમના પિતાશ્રી રમેશભાઈના મો નંબર 9228737090 પર સંપર્ક કરી શકો છો 


આ ગૌરવભરી સિદ્ધિ બદલ પ્રગતિને ખૂબ ખૂબ અભિનંદન ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કે તેઓ પ્રગતિનાં સોપાન સર કરે અને પરિવાર તેમજ લુહાર સમાજનું નામ રોશન કરે 

માહિતી: અશોક આર.પીઠવા વલ્લભ વિદ્યાનગર 

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071





























































No comments:

Post a Comment