Monday, August 9, 2021

મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કુલ માં CBSE ધોરણ 12 સાયંશમાં અભ્યાસ કરનાર લુહાર સુજલ મકવાણા 95.40% સાથે મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે ઉતિર્ણ...






મોરબીની CBSE શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર લુહાર સુજલ પંકજભાઈ મકવાણા  95.40% સાથે મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થયેલ છે, ઉલ્લેખનીય છે કે સુજલ પંકજભાઈ મકવાણા એ એસ.એસ.સી.માં પણ વધુ ટકા વારી મેળવી હતી અને હાલ ધોરણ 12 સાયંશ પાછા CBSE જેવા હાર્ડ બોર્ડમાં પણ જિલ્લા સ્તરે જણકી તેમણે તેમની શાળા ન્યુ એરા પબ્લિક સ્કુલ સાથે માતા ધર્મિષ્ઠાબેન મકવાણા અને પિતા પંકજભાઈ વલ્લભભાઈ મકવાણા તથા મકવાણા પરિવાર અને લુહાર સમાજનું નામ પણ રોશન કર્યુ છે 



લુહાર સમાજ સમાચાર સાથે વાતચીત દરમિયાન સુજલ મકવાણા એ જણાવ્યું કે આગળના સમયમાં IIT અથવા EC છેત્રે ઉચ્ચ અભ્યાસ કરી પોતાની આગવી કારકીર્દી બનાવવાનું તેમનું સ્વપ્ન છે


આપને જણાવી દઇએ કે તેમના દાદા વલ્લભભાઈ મકવાણા જેમનાં સુજલ પૌત્ર છે તે વર્ષોથી લુહાર સમાજ મોરબીનાં ટ્રસ્ટી મંડળ માં અવિરત સેવા આપી રહ્યા છે, સાથે મોરબી લુહાર જ્ઞાતિના નબળા કુટુંબ પરિવાર ને દર મહિને આર્થિક ભોજન સામગ્રી કીટ વિતરણ પણ કરિ રહિયાં છે, જ્યારે તેમનાં પિતા શ્રી પંકજભાઈ વલ્લભભાઈ મકવાણા પોતે વિશ્વકર્મા ફાઉન્ડેશન નામે લુહાર સમાજ એંજ્યો નાં ટ્રસ્ટી તરિકે ઉમદા કામગીરી દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ કામગીરી કરી રહિયા છે અને આજ આવા વિરલ પૌત્ર અને પુત્રની ઉચ્ચ સફળતા જોઈ તેઓ પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે,


ત્યારે લુહાર સમાજ સમાચાર બ્લોગ ન્યૂઝ પરિવાર તરફથી પણ સુજલ મકવાણાને શુભેચ્છા સાથે તે પોતાનાં કેરિયરમાં આગળ વધી ખુબ નામનાં મેળવે તેવી શુભકામનાઓ...

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com




No comments:

Post a Comment